રાપર શહેરમાં ભૂકંપ પહેલા સામાન્ય બગીચો બનાવેલ હતો. પરંતુ ભૂકંપ બાદ તુરત જ લોકોની સેવા માટે હંગામી ધોરણે બગીચામાં હોસ્પીટલ બનાવવામાં આવી હતી. જેના કારણે બગીચો નષ્ટ થઈ ગયેલ હતો. જેનાથી લોકોને ખુબ જ હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ અર્બન - ર૦૦પનાં વર્ષમાં અંદાજીત રૂ. ર૦ લાખનાં ખર્ચે બગીચાનું નિર્માણ કર્યુ. બગીચામાં બાળકોને રમવા માટે સાધનો, પાણીનો ફુવારો, લાઈટીંગ વ્યવસ્થા, જાહેર સૌચાલય તથા બેસવા માટે બેન્ચીસ વગેરે સગવડો કરવામાં આવી. સુંદર બગીચાનું નિર્માણ થવાથી લોકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ, કેમકે રાપર શહેરમાં લોકોને હરવા ફરવા માટે એક પણ સ્થળ નથી. સાથે સાથે ૧૧મી નાણાપંચ યોજના હેઠળ તળાવ સુધારણાં યોજના હેઠળ પાળની સંરક્ષાણ દિવાલ બનાવી, પાળ ઉપર ફૂટપાથ , બેન્ચીસ, લાઈટીંગ, એન્ટ્રીગેટ વિગેરેનો વિકાસ કરી મોરનાં પીંછને રણીયામણું કરેલ છે. |